આવી ઉડવાને હું ભુલી દિશા,
લાગે નવું થોડું જરા જરા..
વહેતા પવનને પૂછ્યું જરા
શું યાદ છે તેને દિશા જરા,
આવી ઉડવાને હું ભુલી દિશા...
જીવું સપનું થોડું હું જરા જરા
જીતી હું જંગ તોય હારી જરા,
આવી ઉડવાને હું ભુલી દિશા...
ખોયું ઘણું ને મેં પામ્યું જરા
થાય સવાલ મને દિલે જરા,
આવી ઉડવાને હું ભુલી દિશા..
યાદ આવે હજી હું રડું જરા
ભુલો જૂની હજી ભારે જરા,
આવી ઉડવાને હું ભુલી દિશા...
મળે દિશા તોય મનાવું જરા
આજ ભુલી જીવી લઉં જરા,
આવી ઉડવાને ભુલી દિશા...

No comments:
Post a Comment