મને કઈ સુઝતું નથી રે,
મને કઈ જામતું નથી રે,
મને કઈ ગમતું નથી રે.
મને કઈ ભાવતું નથી રે,
રમતુડી...ઓ...રમતુડી...
દલડું ભારે ભારે રે,
કાન સુના સુના રે,
ઓરડી ખાલી ખાલી રે,
પથારી કોરી કોરી રે,
રમતુડી...ઓ..રમતુડી...
કૂતરો ભુંકે મુને રે,
કૂકડો જગાડે મુને રે,
કાગડો પજવે મુને રે,
ચકલી ચીડવે મુને રે,
રમતુડી ...ઓ.. રમતુડી...
આંખ વાટે ચઢી રે,
હોઠ મુંગા થયા રે,
દલડું ભીનું થયું રે,
કપડું ઢીલું થયું રે,
રમતુડી...ઓ..રમતુડી...
આવી જા જટ જટ રે,
રમતુડો વાટે ચઢ્યો રે,
ભુલી જા જટ જટ રે,
રમતુડો કુવે ચઢ્યો રે,

No comments:
Post a Comment