મને સરહદથી ખતરો નથી, પણ
ઘરોમાં રોજ ડરતાં માણસનું શું !
સરહદે દુશ્મનનો ડર નથી, પણ
મારી સામે મરતાં પોતીકાનું શું !
ગુલામીનો કોઈ રંજ નથી, પણ
મારી સામે કેદ આઝાદીનું શું !
વિકાસની કોઈ સીમા નથી, પણ
મારી સામે મરતાં આદરનું શું !
ગરીબીની કોઈ દવા નથી, પણ
મારી સામે હસતી લાચારીનું શું !

No comments:
Post a Comment