એણે કદિયે....

શીખવે પરહિતે જીવતા..
નભ ધરા સરિતા,
ન કર્યો હિસાબ,
મારો તમારો એણે કદિયે...

શીખવે સ્વાર્થે જીવતા..
ખારો ભૂખ્યો દરિયો,
ન કર્યો વિચાર,
મારો તમારો એણે કદિયે...

શીખવે દુખડે જીવતા..
માતા હસતા હસતા,
ન કર્યો ત્યાગ,
મારો તમારો એણે કદિયે...

શીખવે અટકે જીવતા,
નારી ડગલે ડગલે,
ન કર્યો વિરોધ,
મારો તમારો એણે કદિયે..

શીખવે મોજે જીવતા,
બાળ રમતા રમતા,
ન કર્યો ખયાલ,
મારો તમારો એણે કદિયે..

શીખવે સીમાડે જીવતા,
જવાન વતન કાજે,
ન કર્યો મજાક,
મારો તમારો એણે કદિયે...


No comments:

Post a Comment


Instagram