જીવી લે...પ્રેમથી જરા,
ટુંકી.. છે આ જિંદગી...
ન તને ખબર,
ન મને ખબર,
કોયડો.. આ જિંદગી...
જીવી લે..પ્રેમથી જરા...(X1)
ભુલીને.. ગમ બધાં,
જીવી.. લે આ જિંદગી...
ન તને ખબર,
ન મને ખબર,
કોયડો..આ જિંદગી..
જીવી લે...પ્રેમથી જરા..(X1)
મલક જરા..મરક જરા..
માણી.. લે આ જિંદગી..
ન તને ખબર,
ન મને ખબર,
કોયડો..આ જિંદગી..
જીવી લે..પ્રેમથી જરા..(X1)
લુછી આંસુ હારના..
આંબી..લે આ જિંદગી..
ન તને ખબર,
ન મને ખબર,
કોયડો..આ જિંદગી...
જીવી લે...પ્રેમથી જરા..(X1)
દમ ભરી.. પાંખ ભર,
ઊડી..લે આ જિંદગી..
ન તને ખબર,
ન મને ખબર,
કોયડો..આ જિંદગી..
જીવી લે..પ્રેમથી જરા...(X1)

No comments:
Post a Comment